Alienum phaedrum torquatos nec eu, vis detraxit periculis ex, nihil expetendis in mei. Mei an pericula euripidis, hinc partem.

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, અમદાવાદ – નવી કમિટી સભ્યોની યાદી

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, અમદાવાદ – નવી કમિટી સભ્યોની યાદી

Info
॥ જય શ્રી સ્વામિનારાયણ ॥
તા. 6 એપ્રિલ 2025 ના રોજ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, અમદાવાદ ખાતે એક ખાસ કમિટી બેઠક યોજાઈ — સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ નિમિત્તે.
અમારા બહુજ આદરણીય અને કરુણાસભર પ્રમુખ શ્રી શિવજીભાઈ માવજીભાઈ શિયાણી એ પ્રમુખપદની જવાબદારી નવી પેઢી સુપુર્દ કરી છે.
સમાજની સ્થાપનાના દિવસથી આજદિન સુધી શિવજીબાપા સમાજ માટે એક દીવો બનીને પ્રસન્નતા પૂર્વક બળી રહ્યા — સતત આપતા રહ્યા, સતત સેવા કરતા રહ્યા. તેમની નિસ્વાર્થ સેવા, શાંત હાજરી અને સમાજ પ્રત્યેનો ઊંડો પ્રેમ આપણાં દરેક હૃદયમાં એક અમીટ છાપ છોડી ગયો છે. તેમની પારદર્શિતા અને સેવા, સમાજના સૌભાગ્યરૂપ રહી છે અને તેને કદી ભૂલાઈ શકે નહીં.
ભલે તેઓ પ્રમુખ પદેથી નિવૃત્ત થયા છે, પણ અમારું પ્રેમભર્યું ઇચ્છા છે કે તેઓ આગળ પણ તેમનાં માર્ગદર્શન અને આશીર્વાદથી અમને રાહ બતાવતા રહે અને અમદાવાદ કચ્છી લેવામાં પટેલ સમાજ માટે તેમનું સ્વપ્ન પૂરું કરવાની શક્તિ આપે. અમે બધાં કમિટી સભ્યો મળીને તેમના દર્શાવેલા માર્ગે પર આગળ વધવાનો નિશ્ચય કરીએ છીએ.
અમે તેમનાં સારા આરોગ્ય, શાંતિભરેલું જીવન અને અમૃતતુલ્ય સુખની કામના કરીએ છીએ.
આ નવા અધ્યાયની શરૂઆતમાં, અમે દિલથી શ્રી કરશનભાઈ કાંજીભાઈ રગવાણી (બલાદિયા) નું નવા પ્રમુખ તરીકે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમનાં યોગ્ય નેતૃત્વ હેઠળ સમાજ વધુ પ્રગતિ કરે તેવી આશા કરીએ છીએ.
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, અમદાવાદ – નવી કમિટી સભ્યોની યાદી:
1. કરશનભાઈ રાઘવાણી, પ્રમુખ – બલદિયા
2. મેઘજીભાઈ ખેતાણી, ઉપ પ્રમુખ – નારણપર
3. ઇશ્વરભાઈ પુજાણી, મંત્રી – માંડવી
4. રવિભાઈ રાઘવાણી, સહ મંત્રી – બલદિયા
5. કરશનભાઈ પટેલ, ખજાનચી – સુખપર રોહિત
6. નિરવભાઈ પટેલ, ઓડિટર – સામાત્રા
7. શિવજીભાઈ શિયાણી, વરિષ્ઠ ટ્રસ્ટી – વેકરા
8. હર્જીભાઈ કેરાઈ, ટ્રસ્ટી – માંડવી
9. નારણભાઈ હલાઈ, ટ્રસ્ટી – કોડકી
10. શશિકાંત પિંડોરીયા, ટ્રસ્ટી – નારણપર
॥ Jay Shree Swaminarayan ॥
On 6th April 2025, a committee meeting was held at Shree Kutchi Leva Patel Samaj, Ahmedabad to mark an important moment in our Samaj’s journey.
Our deeply respected and kind-hearted pramukh, Shree Shivjibhai Mavjibhai Shiyani, has officially handed over his lifelong service as Pramukh to the new generation.
From the first day of the Samaj’s establishment to this very day, Shivjibapa has stood as a guiding light — always giving, always serving. His tireless efforts, calm presence, and deep love for the community have shaped the very heart of our Samaj. His transparency and seva will never be forgotten.
Though he steps down from his position, we pray he continues to bless and guide us with his wisdom and presence, and give us the blessings to walk towards his vision for Ahmedabad Kutchi Leva Patel community. We, as all the committee members, will walk towards his vision. We wish him peace, happiness, and good health always.
As we enter this new chapter, we warmly welcome Shree Karshanbhai Kanjibhai Ragwani (Baladia) as our Pramukh. We look forward to walking this path under his able leadership.
List of the new committee members of Shree Kutchi Leva Patel Samaj, Ahmedabad:
1. Karshanbhai Ragvani, President, Baladia
2. Meghjibhai Khetani, Vice President, Naranpar
3. Ishwarbhai Punjani, Secretary, Mandvi
4. Ravibhai Raghwani, Joint Secretary, Baladia
5. Karshanbhai Patel, Treasurer, Sukhpar Roha
6. Niravbhai Patel, Auditor, Samatra
7. Shivjibhai Shiyani, Senior Trustee, Vekra
8. Harjibhai Kerai, Trustee, Mandvi
9. Naranbhai Halai, Trustee, Kodki
10. Shashikant Pindoriya, Trustee, Naranpar
Info
Location: SKLPS Ahmedabad
Date: April 6, 2025
Duration: 1 Day

No Comments

Post a Comment