હા. નૂતન સૂર્યોદય.. ગત ડિસેમ્બર શ્રી કચ્છી લેવા પટેલ સમાજના ઈતિહાસમાં જ્ઞાતિબંધુઓને ગામોગામ સાઈકલથી આમંત્રણ આપવા ટીમ સમાજ જઈ નવો પ્રયોગ કર્યો….તે સમય “હર હર સમાજ, ઘર ઘર સમાજ” નારો ગૂંજ્યો..ટીમ સમાજ આજે ગામોગામ સંગઠક અને જન જાગૃતિ બેઠકો દ્વારા આ સૂત્રને વિનમ્ર ભાવે સાર્થક કરી રહી છે દાયકાઓ પહેલાં સમાજના વડિલો શ્રી વી.કે. પટેલ, શ્રી આર. આર. પટેલ, શ્રી આર. એસ. હીરાણી અને તે સમયના કાર્યકરો પોલિયોના ટીપાં પીવડાવવા અને સંગઠન સ્થાપવા ગામોગામ બેઠકો કરતા આ સિલસિલો સતત ચાલ્યો છે પ્રયાસો સૌએ કર્યા છે પણ છેલ્લા બે વર્ષમાં સમાજના નેતૃત્વે કરવટ બદલી છે અને સમાજ એટલે માત્ર મધ્યસ્થ સંસ્થા નહીં પણ સમાજ એટલે “ચોવીસીના ગામેગામનો એકે એક લેવા પટેલ જ્ઞાતિજન” એ વ્યાખ્યા વધુ મુખરિત થઈ છે અને એ દિશામાં પાયાનું કામ કરવાની નવી ટીમે બાથ ભીડી છે સમાજ માત્ર જ્ઞાતિની વાડી બાંધવાથી નહીં, એક એક જ્ઞાતિજનના દિલ બાંધવાથી બંધાશે… આ કાર્યનું મંગળાચરણ થઈ ચૂક્યું છે આવનારા સમયમાં સંગઠનની પ્રચંડ તાકાત ઊભી થવાની છે સૂર્યોદય થશે જ કારણ કે આકાશમાં લાલાશ પથરાઈ ચૂકી છે. પ્રથમ ઝલક આ લખનારે ગામ બેઠકોમાં જોઈ છે સમાજની વર્તમાન ત્રણેય ટીમો દ્વારા સઘન આયોજન થઈ રહ્યું છે અને ગામોગામ યોગ્ય વાતો યોગ્ય કાને ઝીલાઈ રહી છે ઘડતરનું કામ સુપેરે અને સમજપૂર્વક ચાલી રહ્યું છે યુવક સંઘના રવજી ખેતાણીએ સંગઠનનો અનુભવ સમાજસેવામાં કામે લગાડ્યો છે એની વ્યક્તિગત નોંઘ જરૂરી છે પણ કામ સમગ્ર યુવાટીમે સમગ્રતયા સમાવેશીપણાથી કરી રહી છે જ્ઞાતિજનો આ પ્રયાસને વધાવી લીધો છે.
સમાજ ટીમ મિડિયાએ બેઠક પછી સંખ્યાબધ્ધ પ્રતિભાવ મેળવ્યા છે દરેકના મુખે એકજ વાત છે હવે સમાજનો મિજાજ અનોખો છે.. આ ક્રાન્તિની શરૂઆત છે. પ્રયાસ શાંતિનો છે પણ શાંતિ ક્યારેય હાથ જોડી બેસી રહેવાથી નહીં આવે પુરુષાર્થ જોઈશે.સમજપૂર્વકનો પુરુષાર્થ..!!. સુરજપર અને બળદિયામાં ભાઈઓની સરખામણીમાં બહેનોની મોટી હાજરી દેખાઈ એ સૂચિતાર્થ છે.. માર્મિક ટકોર સાથે ખૂલ્લા અને લાગણી સભર શબ્દો સાથે સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા વતી પ્રવક્તા મોભી અરજણભાઈ પિંડોરિયાએ સયંમ સાથે વર્તમાન નબળાઈઓને હિંમતથી કહી છે. સ્વાર્થ, લાલચ ,લોભ, બેવફાઈ, ફાચરિયા તત્વોની ઓળખ અને સમાજપ્રેમ જગાડવા સહિતના મુદ્દા, લગ્ન સબંધી પ્રશ્નો સહિત જરૂરી તમામ મુદ્દા કે જેનો અહીં હાલ ઉલ્લેખ કરવો બિનજરૂરી છે તે તમામને સ્પર્શી લેવાયા છે…
સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા, ઉપપ્રમુખ માવજીભાઈ ધનજી રાબડિયા, મંત્રી ગોપાલભાઈ ભીમજી વેકરીયા, એજ્યુકેશન અને મેડિકલ ટ્ર્સ્ટના મંત્રી કેશરાભાઈ પિંડોરીયા, યુવક સંઘના પ્રમુખ મનજીભાઈ પિંડોરીયા, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ રાઘવાણી અને મહેનતકશ મંત્રી ગોવિંદભાઈ હાલાઈ અને ત્રણેય પાંખોની સમગ્ર ટીમ કંઈક પરિણામલક્ષી પ્રતિફલનના મૂડમાં છે.. અમુક જ્ઞાતિજનોની એવીપણ લાગણી છે કે સમાજની રાજકીય સમિતિને ગામોગામ બેઠકોમાં સાથે રાખવી જોઈએ. સમાજ પાસે એનું પણ આયોજન છે ક્રમબધ્ધ એક પછી એક સોપાન સાથે આયોજનબધ્ધ કાર્ય હાથ ધરાશે. ટીમ સમાજના કરશન રૂડા મેપાણી, દેવજીભાઈ જાદવજી છભાડિયા, પુરુષોત્તમભાઈ હિરાણી, કાંન્તિભાઈ વરસાણી, ધનસુખભાઈ સિયાણી તથા અન્ય તમામ સભ્યો કે જેનો નામોલ્લેખ આ પોસ્ટ સાથેના ફોટામાં ટીમ 1 અને ટીમ 2 તરીકેના લિસ્ટમાં છે તે સૌ…ખાસ તો ત્રણેય પાંખમાં ત્રણ ત્રણ મહિલાઓ લેવાના નવા બંધારણનો સૂર્યોદય પણ સાર્થક થયો છે … રમાબેન વરસાણી, મનિશાબેન પટેલ, કાંતાબેન વેકરીયા, નીમુબેન મેપાણી, રસિલાબેન …આ નામો તો માત્ર ઉલ્લેખ છે તમામે તમામ મહિલા સભ્યો મેદાને છે સહિયારો આ માહોલ સમાજની નૂતન ટીમનો નમ્ર પ્રયાસ છે કામ કરવાના અને પરિણામ લાવવાની આ તાકાત જ્ઞાતિએ સમાજની કારોબારીને આપી છે.
ગત જાન્યુઆરી 2019 થી 30 જૂન સુધીની બેઠકોનો દોર કે જેમાં બંધારણ સુધારા બહાલી, મહિલા અને ગામોગામ સંગઠન અને સુરક્ષા સમિતિઓ રચાઈ, રાજકિય સમિતિઓની રચના થઈ અને પરાકાષ્ટા સમ મોટા અને સ્પષ્ટ મેન્ડેડ સાથે 30 જૂનનો એ ઐતિહાસિક દિવસ કે જેમાં સમાજના વર્તમાન લોકસેવક કે જેણે સમાજહિતમાં સાહસિક નિર્ણય કરી નવી આશા જગાડી છે એવા એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયાના દૃષ્ટિ સંપન્ન નેતૃત્વને જ્ઞાતિએ સેવા કરવાની તક આપી… આજે શિક્ષણ, આરોગ્ય કૃષિ, કૌશલ્યવર્ધન ક્ષેત્રે નવા પ્રકલ્પો પ્રગતિમાં છે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંકલ્પના યુવા ટીમને આભારી છે.. દાતાઓ માત્રને માત્ર સમાજ માટે દાન આપે છે સમાજની પ્રવૃતિઓ જોઈને લક્ષ્મીના ભંડાર ખોલી આપે છે એટલે અહીં વારંવાર કહેવાયું છે કે ” સમાજ મહાન છે , વ્યક્તિ નહીં.નહીં નહીં “.. આ લખનાર એ ઘટના માટે અનેકવાર સાક્ષી છે કે જ્યારે જ્યારે મોટાં દાન કોઈ જાહેર કરે છે ત્યારે સંસ્થા અને સંસ્થાના કામો જોઈને કરે છે આવનાર કોણ છે તે ગૌણ છે..એ સંદેશ કાર્યકરોને છે કે વ્યક્તિગત છબી કાંઈજ નથી જે છે તે સંસ્થા છે સમાજ છે એ જ સર્વસ્વ છે… ગામોગામ બેઠકોમાં સુરક્ષા સમિતિઓ રચાય છે જેમાં ગામોગામના 15/15 વ્યક્તિ લેવાય છે જેમાં મહિલાઓનો પણ સમાવેશ છે જેને આગામી સમયે તાલીમબધ્ધ કરવાની ડિઝાઈન છે યુવાનોની કાર્યકરવાની તત્પરતા ઉમદા છે આત્મવિશ્વાસ બુલંદ છે. જ્ઞાતિએ સહયોગ આપવાની જરૂર છે. જ્ઞાતિએ એ સમજ આત્મસાત કરવાની જરૂર છે કે .. બિનજરૂરી અરાજક ઝડપ નૂકશાન કરે એ ખરું… પણ દાયકાઓ સુધી તેલની ધાર જ જોયા રાખવી .???. ” પણ હવે આ સમયે વધુ મોડું કરવું આપણે પરવડે એમ નથી.. કાર્ય શરૂ થઈ ચૂક્યું છે એને મજબૂત સમર્થન આપો…સરદાર સાહેબના વચનો સ્મરો.એમણે કહ્યું .”કાળજું વાઘ સિંહનું રાખો, આપણને પરસ્પર કોઈ બહારના લડાવી ઝઘડાવી ન જાય એટલી સમજ રાખો…..”.ફરી ફરીને ગામોગામની જ્ઞાતિગંગાને અભિનંદન કે જેણે હર હર સમાજ, ઘર ઘર સમાજ સૂત્રના ધ્વન્યાર્થને ….ઝીલી લીધો…
No Comments